ATS એ નકલી ગન લાયસન્સમાં 7 ની ધરપકડ કરી, હજુ 100 થી 150 નકલી લાઈસન્સ હોવાની શક્યતા

07:06 PM Jul 14, 2025 | gujaratpost

અગાઉ નકલી ગન લાયસન્સમાં 66 લોકોની ધરપકડ થઇ હતી

અનેક ભાઇ લોકોના આ કેસમાં નામો આવશે 

અમદાવાદઃ થોડા દિવસ પહેલા રિવોલ્વોરથી ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, વિજય સેગરે નામના શખ્સનો આ વીડિયો છે, જે શખ્સ જીમ ચલાવે છે અને અનેક આઇપીએસ અધિકારીઓ તેના સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે. 

રાજુ ઉર્ફે હુકમસિંહ ચૌહાણ અને શ્યામસિંહ માસ્ટર માઇન્ડ હોવાની ચર્ચાઓ

દેવકાન્ત પાંડે કરતો હતો રૂપિયાનો વહીવટ 

હિંમતસિંહ કમલાકરસિંહની પૂછપરછ થઇ રહી છે, કમલાકરસિંહે એક સમયે બાબા બાગેશ્વર ધામનો કાર્યક્રમ કર્યો હતો

આ વીડિયો વાઇરલ થયા પછી મેઘાણીનગર પોલીસે તપાસ કરી હતી અને આ વીડિયો જૂનો હોવાનું કહેવામાં આવ્યું હતુ, ત્યાર બાદ ગુજરાત એટીએસે આ શખ્સને મેઘાણીનગર પોલીસ સ્ટેશન બહારથી જ ઉઠાવી લીધો હતો અને તેનું ઇન્ટ્રોગેશન કરતા તેનું નકલી લાઈસન્સ નીકળ્યું હતુ, ઉત્તર પ્રદેશના એટાના અનેક નકલી લાઈસન્સ ગુજરાતમાં હોવાનો ઘટસ્ફોટ થયો. બાદમાં અન્ય 6 લોકોનાં પણ નકલી રિવોલ્વર લાઈસન્સ નીકળ્યાં, રાત્રે જ એટીએસ અનેક વિસ્તારોમાં ત્રાટકી અને અન્ય 6 લોકોને ઉપાડી લીધા. 

પકડાયેલા આરોપીઓનાં નામો 

રાજેન્દ્ર સાંખલા ઉર્ફે ભાયો (ફેક્ચર ગેંગમાં પહેલા હતો) 
મુકેશ ચૌહાણ ઉર્ફે રિન્કુ
અભિષેક રાજેન્દ્ર ત્રિવેદી (બુકી છે અને લતિફ સામે પડેલા હંસરાજ ત્રિવેદીનો ભત્રીજો)
વિજય સેંગર 
અજય સેંગર
શોલે સેંગર
વેદપ્રકાશસિંહ 

આ કેસમાં વિજય સેંગરનો ગૂરૂ શ્યામસિંહ ઉર્ફે કાનિયો છે, જે કોઇ પર પ્રાંતિય સંગઠનનો પ્રમુખ પણ છે, શ્યામસિંહના ઇન્ટ્રોગેશમાં 100 થી 150 આવા નકલી લાઈસન્સ અપાયા હોવાનો ઘટસ્ફોટ થાય તો નવાઇ નહીં હોય, આ ગન કલ્ચર શો બાજી કરનારા, કોલ સેન્ટરનો ધંધો કરતા અને અન્ય બે નંબરના ધંધા કરનારાઓમાં વધી રહ્યું છે. 

એક લાયસન્સના 20 લાખ રૂપિયા લેવાયા હોવાની પણ ચર્ચાઓ છે અને આ પકડાયેલા આરોપીઓ પોલીસ અધિકારીઓ સાથે ધંધાકીય સંબંધો ધરાવતા હોવાની પણ શક્યતા છે, ગુજરાત એટીએસના ઓપરેશનમાં યુપી લાઇન પહેલી વખત ખુલી છે, આ કેસમાં અનેક મોટા માથાઓના નામો ખુલી શકે છે.