+

કોણ છે અર્પિત સાગર ? આ મહિલા IAS અધિકારીએ હાઇવે પર ખાડાઓ માટે NHAI અધિકારીને દંડ ફટકાર્યો

અમદાવાદ: પહેલીવાર કલેક્ટર બનેલા IAS અર્પિત સાગરે એક કડક કાર્યવાહી કરીને ચર્ચામાં આવ્યાં છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અર્પિત સાગરે અમદાવાદ-ગોધરા નેશનલ હાઇવે (NH47) પર ખાડા માટે NHAIના એક અધિકારી

અમદાવાદ: પહેલીવાર કલેક્ટર બનેલા IAS અર્પિત સાગરે એક કડક કાર્યવાહી કરીને ચર્ચામાં આવ્યાં છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અર્પિત સાગરે અમદાવાદ-ગોધરા નેશનલ હાઇવે (NH47) પર ખાડા માટે NHAIના એક અધિકારીને દંડ ફટકાર્યો છે. અર્પિત સાગર હાલમાં મહિસાગર જિલ્લાના કલેક્ટર છે. તેમણે મહિસાગર રોડ સેફ્ટી કમિટી હેઠળ આ કાર્યવાહી કરી છે. હાઇવે પર ખાડાઓને કારણે તેમણે 18 જૂનથી 7 જુલાઈ સુધી દરરોજ 500 રૂપિયા દંડ ફટકાર્યો છે.

ગુજરાતના પ્રથમ IAS

તે રાજ્યના પ્રથમ IAS છે જેમણે આવી કાર્યવાહી કરી છે. અર્પિત સાગરની આ કાર્યવાહી એવા સમયે આવી છે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નેતૃત્વ હેઠળના માર્ગ અને પરિવહન મંત્રાલયે તાજેતરમાં જામનગર-અમૃતસર હાઇવે પર તૂટેલા રસ્તા માટે પાલનપુરના પીડીને સસ્પેન્ડ કર્યા હતા. તેને બનાવનાર કંપનીને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. કલેક્ટર અર્પિત સાગરે કહ્યું છે કે જ્યાં સુધી ખાડા પૂરાશે નહીં ત્યાં સુધી દંડ વધતો રહેશે. ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કલેક્ટરે NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર પર દંડ ફટકાર્યો છે. ડિસેમ્બર 2024 માં અર્પિત સાગરને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી (DDO) નો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ IAS શાલિની અગ્રવાલને શ્રેષ્ઠ કલેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા.

અર્પિત સાગર કોણ છે ?

મહિસાગર જિલ્લાના કલેક્ટર બનતા પહેલા અર્પિત સાગર વડોદરામાં પોસ્ટેડ હતા. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર હતા. તેમને નેહા કુમારીના સ્થાને મહિસાગર જિલ્લામાં પોસ્ટેડ કરવામાં આવ્યાં હતા. 

2015માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએએસ બનેલા અર્પિતા સાગર વલસાડના ડીડીઓ પણ રહી ચૂક્યાં છે. અર્પિત સાગરના લગ્ન છત્તીસગઢમાં રહેતા વિપુલ તિવારી સાથે થયા છે. અર્પિત સાગર મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના છે. તેમને NIT પ્રયાગરાજથી B.Tech કર્યું છે. આ પછી, તેમને UPSC પરીક્ષા પાસ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter