+

અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએ તેહમુલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તેહમુલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી છે. આ માહિતી ED ના અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવી હતી.

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તેહમુલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી છે. આ માહિતી ED ના અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવી હતી. ઇડીએ સેઠના વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એક્ટ 2002 હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં તેમની મિલકતો જપ્ત કરી છે. તેમાં એક બંગલો અને બે ખુલ્લા પ્લોટનો સમાવેશ થાય છે, જેની કિંમત 6.80 કરોડ રૂપિયા છે.

સેઠના પર ગુનાહિત કાવતરું, બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા અને છેતરપિંડીનો આરોપ છે. શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ED હેઠળ શરૂ કરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે તેહમુલ સેઠના એક કાર્યરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, જેઓ વિવિધ માનવતાવાદી અને કલ્યાણકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે સમર્પિત ટ્રસ્ટ, પર્યાવરણીય સંશોધન અને વિકાસ કેન્દ્ર (ERDC) ના તમામ કાર્યો સંભાળતા હતા.

તેમના પર ટ્રસ્ટીઓની જાણ વગર તેમની બનાવટી સહીઓનો ઉપયોગ કરીને ટ્રસ્ટના બેંક ખાતામાંથી 6.85 કરોડ રૂપિયાના ઉપાડનો આરોપ હતો, ED તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ટ્રસ્ટના બેંક ખાતામાંથી અનધિકૃત ઉપાડને અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા ફોરવર્ડ કર્યો હતો.જે તેમના દ્વારા પ્રત્યક્ષ- પરોક્ષ રીતે નિયંત્રિત હતા. જેના કારણે પૈસાના વાસ્તવિક સ્ત્રોતને છુપાવવા અને પૈસાને વ્હાઇટ બતાવવા માટે વ્યવહારોનું એક જાળ બિછાવવામાં આવી હતી. ED એ સેઠનાની મિલકત જપ્ત કરી છે. જેમાં 6.80 કરોડ રૂપિયાની મિલકતનો સમાવેશ થાય છે. આ કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી છે.

નોટબંધી દરમિયાન તેઓ ચર્ચામાં આવ્યાં હતા

શેઠના મહેશ શાહના સીએ તરીકે ચર્ચામાં આવ્યા હતા, જેમણે નોટબંધી દરમિયાન 13,800 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારોની વાત કરી હતી. આ પછી તેમની વિરુદ્ધ FIR દાખલ કરાઇ હતી. આ કેસમાં સેઠનાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter