વોંશિગ્ટનઃ રશિયા સાથે કિવના યુદ્ધ સંઘર્ષ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર યુક્રેનને પેટ્રિઅટ એર ડિફેન્સ મિસાઇલો મોકલશે. ટ્રમ્પે યુક્રેનને કેટલી હવાઈ સંરક્ષણ મિસાઇલો મોકલશે તે કહેવાનો ઇનકાર કર્યો હતો. અમે તેમને એવા પેટ્રિયોટ્સ આપીશું જેની તેમને ખૂબ જરૂર છે, ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફરતી વખતે મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે જણાવ્યું હતું.
યુક્રેનને કિંમત ચૂકવવી પડશે
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અગાઉ તેમણે યુક્રેનને શસ્ત્રો અને સહાય ન મોકલવાનો નિર્ણય લીધો હતો. તેમણે કિવ અને મોસ્કો વચ્ચે ચાર વર્ષ લાંબા યુદ્ધમાં યુદ્ધવિરામની હિમાયત કરી હતી. તેમને રશિયન હવાઈ હુમલાઓથી બચાવવા માટે હવાઈ સંરક્ષણ મિસાઈલોની જરૂર છે. ટ્રમ્પે રવિવારે કહ્યું કે અમેરિકા અત્યાધુનિક શસ્ત્રો પૂરા પાડી રહ્યું છે અને યુક્રેન અમને તેના માટે 100% ચૂકવણી કરશે.
ટ્રમ્પ પુતિનથી નિરાશ છે, રશિયા યુદ્ધ નથી રોકી રહ્યું
રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન અને તેમના કાર્યકાળના શરૂઆતના મહિનાઓમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને શાંતિમાં અવરોધક ગણાવ્યાં હતા અને તેમના દેશને મળેલી યુએસ લશ્કરી અને નાણાકીય સહાય પર રોક લગાવી દીધી હતી. ફેબ્રુઆરીમાં તેમણે ઝેલેન્સકીને મધ્યમ સફળ હાસ્ય કલાકાર અને સરમુખત્યાર તરીકે મજાક ઉડાવી હતી, તેમણે વ્હાઇટ હાઉસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ સાથે જાહેરમાં ચર્ચા પણ કરી હતી. યુદ્ધ ન રોકાતા ટ્રમ્પ પુતિનથી નારાજ પણ છે.
અમેરિકા યુક્રેનને વધુ રક્ષણાત્મક શસ્ત્રો મોકલશે, અને પેન્ટાગોનના કેટલાક શિપમેન્ટ અટકાવવાના નિર્ણયને ઉલટાવી દીધો છે.જેથી હવે રશિયા સામેનું યુદ્ધ વધુ મજબૂત બનશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/