Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે

07:47 PM May 02, 2024 | gujaratpost

Gujarat Post Fact Check: સોશિયલ મીડિયા (social media) જે ઝડપે સમાચાર ફેલાવે છે તેના કરતા પણ વધુ ઝડપથી ફેક ન્યૂઝ (fake news) ફેલાવે છે. લોકો સત્ય જાણ્યા વિના આ ફેક ન્યૂઝનો શિકાર બની જાય છે. આવો જ એક વીડિયો (viral video) આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મંદિર પર મુસલમાનોને  કબ્જો કરાવી દીધો છે.

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ વાયનાડમાં એક મોટું મંદિર મુસ્લિમોને અપાવી દીધું છે અને મુસ્લિમોએ ત્યાં ચિકન શોપ ખોલી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કારણે જ મુસ્લિમો કોંગ્રેસને મત આપે છે. આ વીડિયો @SwamiRamsarnac4 નામના યુઝરે શેર કર્યો છે. સાથે કેપ્શનમાં લખ્યું કે, "વાયનાડ, કેરળમાં, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ ચાર વર્ષ પહેલા મોટા હિન્દુ મંદિર શ્રી સીતારામ મંદિર પર મુસ્લિમોના કબ્જાની નોંધણી કરાવી હતી. હવે કોંગ્રેસના બ્રાહ્મણ ક્ષત્રિયો ખૂબ ખુશ થયા હશે. દરેક વ્યક્તિએ ભાજપને સમર્થન આપવું જોઈએ. બસ મત આપો.

અમે આ મામલે ઘણાી માહિતી ઇન્ટરનેટ પરથી મળવી, અમારા ફેક્ટ ચેક દરમિયાન માય નેશન નામની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો જોવા મળ્યો હતો. આ યુ ટ્યુબ ચેનલે આ મંદિર વિશે વિગતવાર વાત કરી છે. આ વીડિયો 16 ડિસેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ સીતારામ મંદિર છે. અહીં મંદિર પરિસરમાં ચિકન-મીટની દુકાન ખોલવાને કારણે વિવાદ થયો હતો.

આ ઉપરાંત પંજાબ કેસરીનો એક અહેવાલ મળ્યો. જેમાં લખવામાં આવ્યું હતું કે અહેમદપુર સિયાલ, પાકિસ્તાનમાં એક ઐતિહાસિક હિન્દુ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું અને તેને ચિકન શોપમાં ફેરવવામાં આવ્યું હતું.  આમ રાહુલ ગાંધીના નામે વાયરલ થઈ રહેલો મેસેજ અને વીડિયો ફેક છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526