Fact Check: કેજરીવાલની EDએ કરી છે ધરપકડ, ટીંગાટોળી કરીને લઈ જવાયા હોવાની તમામ પોસ્ટ ખોટી છે

12:14 PM Mar 26, 2024 | gujaratpost

Gujarat Post Fact Check News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરી છે. કેજરીવાલની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ભ્રામક અને નકલી સામગ્રી શેર કરવામાં આવી રહી છે. આવી જ એક તસવીર સામે આવી છે જેમાં અરવિંદ કેજરીવાલને પોલીસ ઉઠાવી રહી છે. આ ફોટોને એવું બતાવવામાં આવી રહ્યું છે કે જાણે અરવિંદ કેજરીવાલને પોલીસ ઘસડીને લઈ ગઈ હોય. પરંતુ  ફેક્ટ ચેકમાં એવું સામે આવ્યું છે કે વાયરલ તસવીરો લગભગ એક દાયકા જૂની છે.

એક યુઝર (gk_india__) એ આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટા સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, "દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે." આ ફોટા સાથેનું લખાણ છે, કેજરીવાલની ધરપકડ ! દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ. આ વાયરલ ફોટામાં જોવા મળે છે તેમ પોલીસ સીએમ અરવિંદ કેજરીવાલને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી.

Gujarat Post Fact Check News: અમારા ફેક્ટ ચેક દરમિયાન અમને ન્યૂઝ18ની વેબસાઇટ પર એક સમાચાર મળ્યાં. જે 12 ઓક્ટોબર 2012ના રોજ પ્રકાશિત થયા હતા. આ સમાચારમાં પણ એ જ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે વાયરલ પોસ્ટમાં શેર કરવામાં આવી રહ્યો છે. ન્યૂઝ18ના આ સમાચારની હેડલાઈન છે - કેજરીવાલની પોલીસ દ્વારા અટકાયત

આ સમાચારનો પહેલો ફકરો અંગ્રેજીમાં છે, "ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તામાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન (IAC)ના અન્ય સભ્યોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેઓને બસમાં બેસાડીને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતા. આ સમાચારથી એ સ્પષ્ટ થઈ ગયું કે વાયરલ ફોટો વાસ્તવમાં 12 વર્ષ જૂનો છે જ્યારે અરવિંદ કેજરીવાલ અને તેમના સાથી નેતાઓ કેન્દ્રમાં તત્કાલીન યુપીએની મનમોહન સિંહ સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહ્યાં હતા. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ અરવિંદ કેજરીવાલનો આ ફોટો ઈડીની ધરપકડનો નથી પરંતુ 12 વર્ષ જૂના વિરોધ પ્રદર્શનનો છે. જેથી તમારે આવા ખોટા સમાચારો પર ભરોસો કરવો જોઇએ નહીં અને તેને વાઇરલ કરવા જોઇએ નહીં.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post