Fact Check: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોની સચ્ચાઇ- Gujarat Post

10:58 AM May 22, 2024 | gujaratpost

Fact-Checkઃ નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ માટે 25 મેના રોજ મતદાન થશે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મલ્લિકાર્જુન ખડગે પોતાની કોંગ્રેસને ખતમ કરવાની વાત કરી રહ્યાં છે. અને આ વાતનો જાહેરમાં સ્વીકાર પણ કર્યો છે.

પરંતુ અમારા ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જણાયું છે. ફેક્ટ ચેક ટીમના જણાવ્યાં અનુસાર, વાયરલ વીડિયો ક્લિપને એડિટ કરીને બદલવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેની આ એડિટ ક્લિપ અમદાવાદની રેલીની છે. આ રેલીના મૂળ વીડિયોમાં ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે કેટલાક લોકોને લાગે છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને તે ક્યાંય જોવા નહીં મળે. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટીનો પાયો ખૂબ જ મજબૂત છે અને કોંગ્રેસને ખતમ કરવાની હિંમત કોઈ કરી શકે નહીં.

સોશિયલ મીડિયા યુઝર્સે ક્લિપ શેર કરીને લખ્યું, મલ્લિકાર્જુન ખડગેને એવું કહેતા સાંભળી શકાય છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસ મરી ગઈ છે અને હવે તમને કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં.  ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે આ વીડિયો એક એડિટેડ ક્લિપ છે, જે તેના સંદર્ભની બહાર શેર કરવામાં આવી રહી છે અને તેના સંદર્ભને મૂળ ક્લિપ સાંભળ્યા વિના સમજી શકાશે નહીં. એટલે તમે પણ આવા ફેક ન્યૂઝને શેર કરતા નહીં.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526