મુંબઈઃ ગુજરાતના ચાર યુવકોનેમુંબઈ એરપોર્ટ પર 15.85 કરોડ રૂપિયાનના ગાંજા સાથે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. ચારેય આરોપીઓ સુરતના હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ એરપોર્ટ પરથી સુરતના રહેવાસી ભાવિક પ્રજાપતિ (ઉં.વ. 25), ધાર્મિક મકવાણા (ઉં.વ. 22), રોનિત બલર (ઉં.વ. 23) અને હિતેનકુમાર કાછડિયા (ઉં.વ. 23) ની રૂ.15.85 કરોડ હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી મામલે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટએ ધરપકડ કરી છે.
કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ યુવકોના સામાનની તપાસ કરતા દરેક મુસાફર પાસેથી ગાંજાના 8 પેકેટ મળી આવ્યાં હતા. જેમાં 15.84 કિલોગ્રામ વજનનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું. અધિકારીએ ઝડપાયેલો સામાન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના વિરાટ પટેલ ઉર્ફે સન્ની નામના ડ્રગ્સ પેડલરે ચારેય યુવાનોને બેંગકોક થાઈલેન્ડની મફતમાં ટૂરની લાલચ આપી હતી અને પરત ફરતી વખતે કોસ્મેટિક વસ્તુઓ હોવાનું જણાવ્યું હતું. બેંગકોકથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટમાં આવેલા ચારેય યુવાનોની કસ્ટમ વિભાગે ધરપકડ કરી લીધી છે અને આગામી 15 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/