- ફાઇનલમાં કોહલી માત્ર 1 રન જ બનાવી શક્યો
- જો કે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં કોહલી ટોપ-5માં રહ્યો
નવી દિલ્હીઃ ભારતીય ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડનને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20ની જેમ વન ડેમાંથી પણ સંન્યાસ જાહેર કરશે તેમ લાગતું હતું. જીત બાદ કોહલીએ સંન્યાસની ચર્ચાઓ પર એક મોટું નિવેદન આપતાં કહ્યું કે અમારું કામ ફક્ત ICC ટ્રોફી જીતવાનું નથી, પરંતુ જ્યારે અમે રમત છોડીને જઈ રહ્યાં હોઇએ ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ મજબૂત સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવાનું પણ છે.
ફાઇનલ મેચમાં કિંગ કોહલી બેટિંગમાં નિષ્ફળ ગયો છતાં તેણે ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી અને બધાના દિલ જીતી લીધા. ફાઈનલ પછી નિવૃત્તિની ચર્ચા વચ્ચે કોહલીએ કહ્યું કે જ્યારે તમે જાઓ છો, ત્યારે તમે ટીમને વધુ સારી સ્થિતિમાં છોડીને જવા માંગો છો. મને લાગે છે કે હાલમાં આપણી પાસે એક એવી ટીમ છે જે આગામી 8 વર્ષ સુધી વિશ્વની કોઈપણ ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. અમે ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પછી કમબેક કરવા અને મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હતા.ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ અમારા માટે અદ્ભભૂત છે. શુભમન ગિલ સાથે ઉભા રહીને કોહલીએ કહ્યું કે ટીમમાં એક સિનિયર ખેલાડી તરીકે મારું ધ્યાન આગામી પેઢીને તૈયાર કરવા પર છે.
દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 7 વિકેટે 251 રન બનાવ્યાં હતા. જવાબમાં, ભારતીય ટીમે 49મી ઓવરના છેલ્લા બોલ પર લક્ષ્ય હાંસલ કર્યું. ટીમ ઈન્ડિયાની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેણેે 76 રન બનાવીને જીતનો પાયો નાખ્યો હતો. મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 2013 પછી, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી નાખ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/