મહારાષ્ટ્રઃ પાલઘર જિલ્લામાં એક 13 વર્ષના સગીરે 6 વર્ષની બાળકીની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. રવિવારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર સગીરે આ કૃત્ય હિન્દી ફિલ્મ રમણ રાઘવથી પ્રેરિત થઈને કર્યું હતું. તે એક સિરિયલ કિલરની વાર્તા પર આધારિત છે. પેલ્હાર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ જણાવ્યું કે બાળકીનો મૃતદેહ સવારે સાડા ચાર વાગ્યે શ્રીરામ નગરની ટેકરી પરથી મળી આવ્યો હતો.
મૃતક બાળકી સગીરની પિતરાઈ બહેન હતી. પોલીસે નાલાસોપારામાંથી 13 વર્ષના સગીરની અટકાયત કરી છે, મૃતક તેનો પિતરાઈ ભાઈ છે. તેણે ઈર્ષ્યામાં આવીને બાળકીની હત્યા કરી હતી. તેને લાગ્યું કે બીજા બધા તેની બહેનને વધુ લાડ કરે છે.
બાળકી શનિવારે સાંજે ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. નજીકની કંપનીના સીસીટીવી ફૂટેજમાં સગીર બાળકીને ક્યાંક લઈ જતો જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે સગીરે પહેલા તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. સગીરે બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી તેના ચહેરાને પથ્થરથી છૂંદી નાખ્યો હતો. પોલીસે BNS હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/