ચોમાસુઃ અમદાવાદ-ગાંધીનગરમાં યલો એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

07:16 PM Jul 09, 2024 | gujaratpost

(Image Source: IMDAHMEDBAD)

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના (IMD predicts rain forecast in Gujarat) વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર (orange alert in South Gujarat)  કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં યેલો એલર્ટ (Yellow alert in Ahmedabad, Gandhinagar, Rajkot) આપવામાં આવ્યું છે.

10 જુલાઇના રોજ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઇએ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526