+

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી, કુલ 938 ઉમેદવારોએ મેદાન છોડ્યું

(Demo Pic) ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એટલે કે 15 એપ્ર

(Demo Pic)

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એટલે કે 15 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યભરમાંથી કુલ 938 ફોર્મ પરત ખેંચાયા છે. આ સાથે જ હવે ચૂંટણી લડતા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

મહાનગરપાલિકાઓમાં 70 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, નગરપાલિકાઓમાં 188 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જિલ્લા પંચાયતોમાં 141 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને તાલુકા પંચાયતોમાં 535 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.

ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી નામો જાહેર ન કરતા અને ડાયરેક્ટ મેન્ડેટની પ્રથા અપનાવતા વહીવટી કચેરીઓ પર ભારે ભીડ જોવા મળી હતી. શુક્રવાર મોડી રાત સુધી ચાલેલી આ ખેંચતાણ બાદ, આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે અનેક અપક્ષ અને ડમી ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે.

facebook twitter