+

ગુજરાત બોર્ડના પરીક્ષાર્થીઓ માટે કામના સમાચાર, પરિણામ વહેલા થઈ શકે છે જાહેર- Gujarat Post

(ફાઈલ તસવીર) 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરીથી  શરૂ થશે ગાંધીનગરઃ ગુજરાત બોર્ડના વિદ્ય

(ફાઈલ તસવીર)

12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી

12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરીથી  શરૂ થશે

ગાંધીનગરઃ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં આ વર્ષે લેવાનારી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ વર્ષે બોર્ડની પરીક્ષાનું પરિણામ એક મહિના પહેલા જાહેર થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે પરીક્ષાનું પરિણામ એક મહિના પહેલા એટલે કે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડના વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં માટે આગળની એડમિશન પ્રક્રિયા પણ ઝડપી બનશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter