+

ગુજરાત ATS એ પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ, દમણની મહિલા સહિત બે લોકોની ધરપકડ

થોડા સમય પહેલા અમદાવાદમાંથી આતંકીઓ ઝડપાયા હતા ગુજરાતમાંથી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થતા રાજ્ય આતંકીઓના હિટ લિસ્ટમાં હોવાનું અંદાજ અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશની સુરક્ષાને જ

થોડા સમય પહેલા અમદાવાદમાંથી આતંકીઓ ઝડપાયા હતા

ગુજરાતમાંથી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થતા રાજ્ય આતંકીઓના હિટ લિસ્ટમાં હોવાનું અંદાજ

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશની સુરક્ષાને જોખમમાં મૂકતા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. ATSની ટીમે ગુપ્ત માહિતીને આધારે કાર્યવાહી કરીને એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી હતી. જેઓ પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરી રહ્યાં હતા.

આરોપીઓમાં દમણની રહેવાસી રશ્મિન રવિન્દ્ર પાલ અને ગોવાથી પકડાયેલા ભૂતપૂર્વ ભારતીય સેનાના સુબેદાર એ.કે. સિંહ નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ ભારતીય આર્મી કેમ્પની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલી રહ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બંને ગદ્દારો લાંબા સમયથી પાકિસ્તાનના સંપર્કમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યાં હતા. રશ્મિન પાલની દમણથી અને એ.કે. સિંહની ગોવાથી ધરપકડ કરીને તેમને ગુજરાત લાવવામાં આવ્યાં છે. ATS દ્વારા હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બંનેનું પાકિસ્તાન સાથેનું કનેક્શન સ્પષ્ટ થયું છે. પૂછપરછમાં અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સામેલ છે અને તેમને ક્યાંથી નાણાકીય મદદ મળતી હતી તે અંગેના મોટા ખુલાસા થશે. 

facebook twitter