સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર, સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે, 11 જિલ્લાઓમાં 10 કલાક વીજળી મળશે

10:47 AM Aug 07, 2025 | gujaratpost

- સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશેઃ  ઋષિકેશ પટેલ

- સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવામાં આવશેઃ ઋષિકેશ પટેલ

- આગામી સમયમાં જરૂરીયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે વધુ પાણી અપાશેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વરસાદ લંબાવવાને કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે. 

સૌરાષ્ટ્રના ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. નાગરિકો અને ખેડૂતોને કોઇ પણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો છે. 

આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ પડ્યો છે. અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજૂઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે. 

સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++