મુંબઈમાં બંદૂકની અણીએ એક દુકાનમાંથી 1.91 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ

11:54 AM Dec 31, 2024 | gujaratpost

(FILE PHOTO)

મુંબઈ: મહાલક્ષ્મી વિસ્તારમાં બે શખ્સોએ બંદૂકની અણીએ અને છરી બતાવીને જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ 1.91 કરોડની કિંમતના સોના-ચાંદીની લૂંટ કરી હતી. આગ્રીપાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ ઘટના રવિવારે સાત રસ્તા વિસ્તારમાં બની હતી. બે આરોપીઓએ માલિક અને કર્મચારીઓને બાંધી દીધા હતા, તેમની પર હુમલો કરીને રૂ. 1.91 કરોડના દાગીનાની ચોરી કરીને ભાગી ગયા હતા.

આરોપીઓને પકડવાના પ્રયાસો તેજ કર્યાં

ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસની તપાસ કરી રહી છે અને બંને આરોપીઓને પકડવા માટે 5-6 ટીમો બનાવી છે. પોલીસે જણાવ્યું કે દુકાનના માલિક ભવરલાલ ધરમચંદ જૈને ફરિયાદ નોંધાવી હતી અને આ પછી કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે આ શંકા વ્યક્ત કરી હતી

પોલીસે જણાવ્યું કે લૂંટારાઓ સ્થળ પરથી ભાગી ગયા બાદ દુકાનમાં આવેલા એક ગ્રાહક જૈન અને તેના કર્મચારીને બાંધેલા જોવા મળ્યા હતા. ઝવેરીએ આ અંગે આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જ્યાં ભારતીય દંડ સંહિતાની તેમજ આર્મ્સ એક્ટની કલમો હેઠળ લૂંટ અને ઘરમાં ઘુસણખોરીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે કહ્યું કે અમને શંકા છે કે લૂંટારાઓએ સ્ટોર અને તેમના કર્મચારીઓ વિશે વિગતવાર માહિતી એકઠી કરી હતી. જેણે તેમને લૂંટ કરવા માટે યોગ્ય સમય પસંદ કરવામાં મદદ કરી છે. અમે એવી શક્યતા પણ તપાસી રહ્યા છીએ કે શંકાસ્પદોને સ્ટોરમાં કામ કરનાર અથવા તેની કામગીરીમાં સામેલ વ્યક્તિ પાસેથી અગાઉની જાણકારી હોઈ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++