+

આવા લાંછનરૂપ બનાવો આપણા ગુજરાતમાં બની રહ્યાં છે, આબરૂ બચાવવા વિદ્યાર્થીનીઓએ ચાલુ ગાડીમાંથી કૂદી જવું પડ્યું

વડોદરાઃ સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ખાનગી પીકઅપ ગાડીમાં બેસીને ઘરે જતી શાળાની  છ વિદ્યાર્થિનીઓની ચાલુ ગાડીમાં જ છેડતી થઇ, ત્યારે પોતાની  આબરૂ  બચાવવા માટે ચાલુ

વડોદરાઃ સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ખાનગી પીકઅપ ગાડીમાં બેસીને ઘરે જતી શાળાની  છ વિદ્યાર્થિનીઓની ચાલુ ગાડીમાં જ છેડતી થઇ, ત્યારે પોતાની  આબરૂ  બચાવવા માટે ચાલુ ગાડીમાંથી વિદ્યાર્થિનીઓ રોડ પર કૂદી પડતાં ઘાયલ થઇ હતી, આ તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ, આરોપીઓએ દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે અને વાહનમાંથી પણ દારૂની બોટલ મળી હતી. 6 આરોપીઓમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. બનાવની ગંભીરતા જોતા ડીવાયએસપી. એલસીબી પણ તપાસમાં જોડાઈ છે.

નરાધમોનું કૃત્ય માફી લાયક નથી

નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કેસમાં લૂંટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. વિગતો મુજબ વિદ્યાર્થિનીઓ પાસેથી હેવાનોએ પૈસા લૂંટી લીધા હોવાનો ખુલાસો થયો છે. જેને લઈ હવે પોલીસે કુલ 6 આરોપીમાંથી 2ને દબોચી લીધા બાદ અન્ય ફરાર 4 નરાધમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. પોલીસે કહ્યું છે કે, વિદ્યાર્થીનીઓ જે ગાડીમાં બેઠી હતી તે અશ્વિનની હતી, જેનો ડ્રાઈવર સુરેશ ભીલ હતો. તે મજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો. ચાલુ ગાડીમાં જ અશ્વિને છોકરીઓ સાથે શારીરિક છેડછાડ કરી હતી અને તેમની પાસેથી રૂપિયા પણ લઈ લીધા હતા.

લોકોમાં જોરદાર આક્રોશ, આરોપીઓને સજા કરો

છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર બની છે. છેડતી બાદ વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કુદી જતા તેમને ઇજા પહોંચી હતી. આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતાથી નોંધ લીધી છે. આ સાથે પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter