ચૂંટણીમાં જીત બાદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાં રહીને તેમની વિરુદ્ધ કામ કરનારાઓ સામે ભડક્યાં, કાર્યવાહીની માંગ-Gujarat Post

11:32 AM Jun 07, 2024 | gujaratpost

બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીમાં ભાજપનું (gujarat lok sabha election results) હેટ્રિકનું સપનું બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર (banaskanth congress candidate) ગેનીબેન ઠાકોરે  (Geniben Thakor) રોળી નાંખ્યું છે. જે બાદ સમગ્ર દેશમાં ગેનીબેનની ચર્ચાઓ થઈ રહી છે. હવે ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર પક્ષવિરોધી કામ કરનાઓથી ભડક્યાં છે. તેમણે કોંગ્રેસને સલાહ આપી છે કે, જો પક્ષના ગદ્દારોને હાંકી કાઢવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષને વધુ નુકસાન થશે. ભલે મારો સગો ભાઈ હોય, પણ પક્ષવિરોધી પ્રવૃતિ કરતો હોય તો તેને પક્ષમાંથી હાંકી કાઢો.

ગેનીબેને કહ્યું કે, પક્ષના ગદ્દારોથી પક્ષને નુકાસાન થયું છે. જે કાર્યકરો મારી સાથે કામ કરે છે જેમણે મને હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે પણ પક્ષના વિરોધમાં કોઈ પણ વ્યક્તિ કામ કરે છે તો મેં ક્યારેય લેટ ગો'ની ભાવના રાખી નથી. જો પક્ષ વિરોધીઓને સજા ન કરો તો બીજા પ્રેરિત થાય છે.

દર વખતે ચૂંટણી સમયે કોંગ્રેસને પક્ષવિરોધી પ્રવૃતિઓને લઈને ઘણી ફરિયાદો મળે છે ત્યારે કોંગ્રેસ હવે આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. તાજેતરમાં જાહેર થયેલા લોકસભા ચૂંટણી પરિણામોમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 30 હજાર મતથી હરાવ્યાં હતા. આ પછી તમામ જગ્યાએ ગેનીબેન ઠાકોરની જ ચર્ચા થઈ રહી છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526