ટીમ ઈન્ડિયાના નવા હેટ કોચ બન્યા ગૌતમ ગંભીર, જય શાહે કરી જાહેરાત- Gujarat Post

11:58 AM Jul 10, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનશે. તે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન બની છે સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.

ગંભીર ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કોચ રહેશે. જય શાહે પહેલેથી જ કહ્યું હતું કે અલગ કોચની નિમણૂંક કરવામાં આવશે નહીં. ગંભીરનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષનો રહેશે. બીસીસીઆઈએ મે મહિનામાં અરજીઓ મંગાવી હતી. આ પછી, બે લોકોનો ટેસ્ટ લેવામાં આવ્યો. આમાં ગંભીર ઉપરાંત ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ ડબલ્યુવી રમનનું નામ સામેલ હતું. જો કે હવે જય શાહે ગંભીરના નામની જાહેરાત કરી છે.

ગંભીરના નામની જાહેરાત કરતા જય શાહે કહ્યું- ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગંભીરના નામની જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે હું તેમનું સ્વાગત કરું છું. આધુનિક ક્રિકેટ ઝડપથી વિકસ્યું છે અને ગૌતમે આ બદલાતા માહોલને નજીકથી જોયો છે. તેની સમગ્ર કારકિર્દી દરમિયાન મુશ્કેલીઓ સહન કર્યાં બાદ અને વિવિધ ભૂમિકાઓમાં શ્રેષ્ઠ દેખાવ કર્યા બાદ, મને વિશ્વાસ છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે.

જય શાહે લખ્યું- ટીમ પ્રત્યેની તેમની સ્પષ્ટ દ્રષ્ટિ, તેમના વિશાળ અનુભવ સાથે, તેમને આ રોમાંચક અને સૌથી વધુ માંગવાળી કોચિંગ ભૂમિકા નિભાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બનાવે છે. બીસીસીઆઈ ગંભીરની આ નવી સફરને સંપૂર્ણ સમર્થન આપે છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526