ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખથી વધુ મતોથી જીત, પાટીલ, હરિભાઇ પટેલની પણ જીત

05:20 PM Jun 04, 2024 | gujaratpost

જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચૂડાસમાં 125000 મતોથી ત્રીજી વખત જીત્યાં

રાજકોટ બેઠક પર ભાજપના પરસોત્તમ રૂપાલાની 4.81 લાખના મતોથી જીત 

અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલની જીત

Trending :

ગાંધીનગરઃ ગુજરાતની 25 લોકસભા બેઠકોની મત ગણતરી થઇ છે અને પરિણામ આવવાના શરૂ થઇ ગયા છે, ગાંધીનગર બેઠક પર ગૃહમંત્રી અમિત શાહની 7 લાખથી વધુ લિડ સાથે જીત થઇ છે, જેમની સામે કોંગ્રેસના સોનલ પટેલનો કારમો પરાજય થયો છે. ઉપરાંત મહેસાણામાં ભાજપના હરિભાઇ પટેલની જીત થઇ છે.

નવસારીથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની 7 લાખથી વધુ મતોથી જીત થઇ છે.દીવ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઇ છે, આ એ ઉમેદવાર છે જેઓ ઘરે ઘરે જઇને એક-એક રૂપિયાનું દાન લઇ આવ્યાં હતા અને તેમની લોકપ્રિયતા પણ એટલી જ હતી, અહીં ભાજપને ફટકો પડ્યો છે.

આ વખતે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપ ગત ચૂંટણી કરતા આ વખતે ઓછી બેઠકોમાં સમેટાઇ જાય તેમ લાગી રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526