ગાંધીનગરઃ એસીબીએ બે આરોપીઓને લાંચ લેતા ઝડપી લીધા છે. રોહન કિશોરભાઇ પાર્કર, સુપરવાઇઝર (સિવિલ એન્જિનિયર) આઉટ સોર્સ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને નયનકુમાર અમૃતલાલ પરમાર, જુનિયર ક્લાર્ક, આઉટ સોર્સ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, ગાંધીનગરને લાંચ કેસમાં ઝડપી લીધા છે.
ગુનાનુ સ્થળ: સેક્ટર-4 છાપરા,
હડમતીયા ગ-1 થી ખ રોડ ઉપર જવાના જાહેર રોડ ઉપર, ગાંધીનગર
ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ગુડા) ખાતે ફોર્મ ભરેલું, જે અંગે ફરીયાદીનુ નામ વેઇટીંગમાં હતુ અને આરોપીઓએ ફરીયાદીને ઝડપી ફાઇલ કલીયર કરવા તથા મકાનના દસ્તાવેજ અને ચાવી અપાવા સુધીના કામ માટે 70 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કરતાં લાંચના છટકાનુ આયોજન કરાયું હતુ, જેમાં ક્લાર્કે ફરિયાદી સાથે લાંચના રૂપિયાની માંગ કરી હતી અને એન્જિનિયરે લાંચના રૂપિયા લેતા જ એસીબીએ ટ્રેપ કરી હતી અને 70 હજાર રૂપિયાની રકમ રિકવર કરવામાં આવી છે, બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.
ટ્રેપીંગ અધિકારીઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ