ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી જ નથી થઇ રહી,પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. પાકિસ્તાનની કોર્ટે શુક્રવારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જમીન ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષની જેલ અને તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.
કોર્ટે ઇમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબીને £190 મિલિયન અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યાં હતા અને તેમને 14 અને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ છેલ્લે 13 જાન્યુઆરીએ નિર્ણય જાહેર કર્યો હતો, જે જુદા જુદા કારણોસર ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. જજે આ ચુકાદો અદિલા જેલમાં સ્થાપિત કામચલાઉ કોર્ટમાં સંભળાવ્યો હતો.
આ કેસ 2023માં નોંધાયો હતો
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)એ ડિસેમ્બર 2023 માં ઇમરાન ખાન અને બુશરા બીબી અને અન્ય છ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમના પર રાષ્ટ્રીય તિજોરીને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું .પરંતુ ઇમરાન ખાન અને તેમના પત્ની પર કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે પ્રોપર્ટી બિઝનેસમેન સહિત અન્ય તમામ આરોપીઓ દેશની બહાર હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++