+

ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા

ભાવનગરઃ 5મી નવેમ્બરથી ગુમ થયેલા ફોરેસ્ટ વિભાગના ACF શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યનો મૃતદેહ 16મી નવેમ્બરે દાટેલી હાલતમાં મળ્યો હતો. ACF શૈલેષ ખાંભલાએ ત્રણેયની હત્યા કરીને

ભાવનગરઃ 5મી નવેમ્બરથી ગુમ થયેલા ફોરેસ્ટ વિભાગના ACF શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યનો મૃતદેહ 16મી નવેમ્બરે દાટેલી હાલતમાં મળ્યો હતો. ACF શૈલેષ ખાંભલાએ ત્રણેયની હત્યા કરીને હેડવાર્ટરન પાછળ ખાડો ખોડીને દાટી દીધા હતા. ભરતનગર પોલીસે પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નયનાબેન અને શૈલેષના લગ્નને 15 વર્ષ થઈ ગયા હતાં. નયનાબેન બંને સંતાનો સાથે સુરતમાં રહેતા હતા જ્યારે શૈલેષની નોકરી પ્રમાણે બદલી થતી રહેતી અને તે હાલમાં ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોવાથી નયનાબેન સંતાનો સાથે ભાવનગર આવ્યા હતા. 5મી નવેમ્બરે ત્રણેય સુરત પાછા જવા નીકળ્યાં હતા, પરંતુ ત્યાં ન પહોચતા શૈલેષે ગુમ થયાની ફરિયાદ કરી હતી.

પિયરપક્ષે સરકારને ન્યાયની માંગ કરતાં કહ્યું કે શૈલેષ જ હત્યારો છે.તેને ફાંસીની સજા મળવી જોઈએ. સાથે જ જો અન્ય લોકો પણ મદદગાર હોય તો તેમને પણ સજા મળે. પોલીસ પૂછપરછમાં શૈલેષે જ આ હત્યાઓ કરી હોવાનું સામે આવ્યું છે, આ કેસમાં વધુ તપાસ થઇ રહી છે.

facebook twitter