ઇન્ડોનેશિયામાં પૂરે મચાવી તબાહી, સુમાત્રા ટાપુમાં ઠંડો લાવા ઘાતક બન્યો, 37 લોકોનાં મોત થયા

09:52 AM May 13, 2024 | gujaratpost

પડાંગઃ ઈન્ડોનેશિયામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને જ્વાળામુખીના ઢોળાવ પરથી વહેતા કાદવને કારણે ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર અચાનક પૂર આવ્યું હતું. પૂરના કારણે 37 લોકોનાં મોત થયા છે અને 12થી વધુ લોકો ગુમ છે. 

લોકો પૂરમાં તણાઇ ગયા

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું કે ચોમાસાનો વરસાદ અને માઉન્ટ મરાપીના ઠંડા લાવાના ઢોળાવને કારણે કાદવનો પ્રવાહ થયો હતો. કાદવવાળા પાણીને કારણે ભૂસ્ખલન થયું હતું. ભારે વરસાદને કારણે શનિવારે મધરાતે એક નદી ઓવરફ્લો થઈ ગઈ હતી. નદીના વહેણને કારણે પશ્ચિમ સુમાત્રા પ્રાંતના ચાર જિલ્લાના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.પૂરમાં ઘણા લોકો તણાયા હતા અને 100 થી વધુ મકાનો અને ઇમારતો ડૂબી ગઇ હતી. ઠંડા લાવાએ જ્વાળામુખીની રાખનું મિશ્રણ વરસાદમાં જ્વાળામુખીના ઢોળાવ પરથી નીચે વહે છે.

ગુમ થયેલા લોકોની શોધ

રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે રવિવારની બપોર સુધીમાં બચાવ કાર્યકરોએ આગમ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત કેન્ડુઆંગ ગામમાં 19 અને તનાહ દાતારના પડોશી જિલ્લામાંથી અન્ય 9 મૃતદેહો બહાર કાઢ્યા હતા. પડાંગમાં ભીષણ પૂરને કારણે 9 લોકોના મોત થયા છે. બચાવકર્મીઓ 18 ગુમ થયેલા લોકોને શોધી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526