પોરબંદરઃ 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે (15મી ઓગસ્ટે) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં થઈ હતી. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદર ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા.
રાષ્ટ્રધ્વજ ફરકાવવા સાથે ગૌરવભેર ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આજના રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી તેમજ તમામ નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી હતી, આઝાદીના અમૃતકાળમાં ગુજરાતના સસ્ટેનેબલ અને સર્વાંગી વિકાસની ગાથા વર્ણવી હતી.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસની વિવિધ પ્લાટુન્સ, મરીન ટાસ્ક ફોર્સ તથા અન્ય સુરક્ષા બળોના જવાનો દ્વારા પરેડ તેમજ તેમની કામગીરીનું દિલધડક નિદર્શન કરવામાં આવ્યું હતું.
પોરબંદર ખાતે થયેલ 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી દરમિયાન દેશભક્તિના રંગોથી સજાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઇ હતી. દિલધડક બાઇક સ્ટંટ અને તલવાર રાસથી લોકો મંત્રમુગ્ધ કર્યા હતા.
સીએમ પટેલે જણાવ્યું કે આ વર્ષે આદિવાસીઓના વિકાસ માટે રૂ.21 હજાર કરોડથી વધુની રકમ બજેટમાં ફાળવી છે. હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે. નમો લક્ષ્મીમાં અત્યારસુધી 10 લાખ દીકરીઓને લાભ મળ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોના વિકાસ માટે સાડા ત્રણસો કરોડની ફાળવણી કરી છે. વિકાસ માટે ગુજરાત મોડલ બન્યું છે. ગુજરાત વિશ્વના બિઝનેસ માટે ગેટ વે બન્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++