સલમાન ખાનના ઘરની બહાર થયું ફાયરિંગ, બાઇક પર આવેલા બે શૂટરોએ કર્યો હતો ગોળીબાર

10:39 AM Apr 14, 2024 | gujaratpost

મુંબઇઃ આજે સવારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ગોળીબાર થયો હતો. સવારે 5 વાગ્યે મોટરસાઇકલ પર આવેલા  અજાણ્યા લોકોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તે સ્થળ પરથી ભાગી ગયા હતા. મુંબઈ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

આ ફાયરિંગ શા માટે થયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. પોલીસનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં તેની ગેંગ બહાર છે અને ગોલ્ડી બરાડ પણ બહાર છે. આવી સ્થિતિમાં પોલીસનું માનવું છે કે આ જ ગેંગે અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હોય શકે છે. આ કેસ બાદ હવે અભિનેતાની સુરક્ષામાં વધારો કરવામાં આવશે.

2-3 રાઉન્ડ ફાયરિંગ થયા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. અગાઉ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત મારી નાખવાની ધમકી આપી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post