+

પાકિસ્તાનનું નાપાક કૃત્ય, રાજૌરીમાં ADDCના ઘર પર ગોળીબાર, એક અધિકારી સહિત પાંચ લોકોનાં મોત

શ્રીનગરઃ ઓપરેશન સિંદૂરથી હતાશ પાકિસ્તાન સતત નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યું છે. ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો હતો. શનિવારે સવારે પણ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન સાથ

શ્રીનગરઃ ઓપરેશન સિંદૂરથી હતાશ પાકિસ્તાન સતત નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યું છે. ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો હતો. શનિવારે સવારે પણ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન સાથે અથડામણ ચાલુ રહી છે.

શનિવારે સવારે રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં એક વરિષ્ઠ સરકારી અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજૌરીના અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપા અને તેમના બે સ્ટાફને રાજૌરી શહેરમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને ગોળી વાગતાં ગંભીર ઇજા થઈ હતી. તેમને સરકારી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યાં હતા જ્યાં તેમનું મોત થયું હતું.

જમ્મુ- કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવ્યાં છે. ગઈકાલે જ તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યાં હતા અને મારી અધ્યક્ષતામાં યોજાયેલી ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આજે અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાની ગોળીબાર થયો હતો, જેમાં આપણા અધિક જિલ્લા વિકાસ કમિશનર શ્રી રાજ કુમાર થાપાનું મૃત્યું થયું હતું. આ ભયંકર જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.

પાકિસ્તાને ભારત પર મિસાઈલ હુમલો કર્યો. જમ્મુ એરબેઝ, પઠાણકોટ એરબેઝ, શ્રીનગર, બિયાસ અને ઉધમપુર પર ફતેહ-1 મિસાઇલો છોડવામાં આવી હતી. આ વિસ્તારોમાં મોટા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા.

અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ગઈકાલે રાત્રે એરપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓ પાસે વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ધડાકા સાંભળતાં જ શહેરમાં સાયરન વાગવા લાગ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે શહેર અને ખીણના મોટાભાગના ભાગોમાં વીજળી પણ કાપી નાખવામાં આવી છે.

ડ્રોન હુમલાની સાથે પાકિસ્તાન નૌશેરા, પૂંછ અને કુપવાડામાં નિયંત્રણ રેખા પર મોર્ટાર અને બંદૂકોથી માત્ર નાગરિક વિસ્તારો જ નહીં પરંતુ ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે. ભારતીય સેના જવાબ આપી રહી છે અને પાકિસ્તાનની દરેક મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી છે.

જવાબી કાર્યવાહીમાં ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની હુમલામાં એક ભારતીય સૈનિક શહીદ થયા હતા અને પૂંછ અને આરએસપુરામાં બે લોકોના મોત થયા હતા. ગુરુવારે રાત્રે પાકિસ્તાની સેનાએ રાજૌરી, પૂંછ, ઉરી, કુપવાડા અને બારામુલા સેક્ટરમાં મોર્ટાર અને તોપમારાથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો જે શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter