અમેરિકામાં મહેસાણાના કનોડા ગામના પરિવાર પર ગોળીબાર, પિતા અને પુત્રીનું મોત

08:40 PM Mar 22, 2025 | gujaratpost

અમેરિકાઃ વર્જિનિયાનામાં રહેતા મહેસાણાના કનોડા ગામના પરિવાર પર ગોળીબાર થયાની માહિતી સામે આવી છે. અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરીને ગોળીબાર કરતાં પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વી તરીકે થઈ છે. 

અમેરિકામાં વર્જિનિયાનામાં મૂળ ગુજરાતના કનોડા ગામના પરિવાર પર અશ્વેત શખ્સે ગોળીબાર કર્યો હતો. આ પરિવાર વર્ષોથી વર્જિનિયાનામાં રહેતો હતો. પોલીસ દ્રારા ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પિતા અને પુત્રી બંને દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરીને બંને પર ગોળીબાર કરી દીધો હતો, હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++