Fact check: શિવસેના (UBT)ની રેલીમાં નથી લહેરાવવામાં આવ્યો પાકિસ્તાનનો ઝંડો, આ છે હકીકત- Gujarat Post

10:53 AM May 21, 2024 | gujaratpost

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024 વચ્ચે રોડ શો વખતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈના ચેમ્બુરમાં 14 મે 2024ના રોજ શિવસેના (UBT)ના ઉમેદવાર અનિલ દેસાઈની રેલીમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. આ મામલે અમે તપાસ કરતાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું હતુ. રેલીમાં લહેરાવવામાં આવેલો ઝંડો પાકિસ્તાનનો નહીં પણ ઈસ્લામિક હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરતી વખતે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરાયા છે. તેમને દેશદ્રોહી ગણાવી દેવાયા છે. ભાજપ નેતા નીતીશ રાણેએ આ વીડિયો શેર કર્યો છે, તેમને કટાક્ષ કર્યો કે દાઉદ મુંબઈમાં એક સ્મારક પણ બનાવશે અને કહેવાય છે કે તે શ્રી બાળાસાહેબનું અસલી સંતાન છે. ભાજપ નેતાએ ઠાકરે પર જોરદાર પ્રહાર કર્યાં હતા.

આ વીડિયોને લઇને અમે ઇન્ટરનેટ પર અનેક વીડિયો સર્ચ કર્યાં, નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તપાસ્યાં તો  અમારા ફેક્ટ ચેક ચેક દરમિયાન જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતો ઝંડો પાકિસ્તાનનો નથી પરંતુ ઈસ્લામિક ઝંડો છે. આ પછી વાયરલ વીડિયોમાં દેખાતા ઝંડાની સરખામણી પાકિસ્તાની ઝંડા સાથે કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે પાકિસ્તાનના ઝંડાની ડાબી બાજુએ સફેદ પટ્ટી છે જે ઇસ્લામિક ઝંડામાં નથી, જેથી વીડિયોમાં કરાયેલો દાવો ખોટો છે અને લોકોએ પણ આવા વીડિયોને ખોટી રીતે શેર ન કરવા જોઇએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526