+

અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થરમારો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. AAPના સૂત્રોએ આ માહિતી આપી છે અને ભાજપ નેતા પ્રવેશ વર્મા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. પ્રવેશ વર્માના

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. AAPના સૂત્રોએ આ માહિતી આપી છે અને ભાજપ નેતા પ્રવેશ વર્મા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. પ્રવેશ વર્માના ગુંડાઓનું સ્થાનિક લોકો સાથે પણ ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ગુંડાઓનો પીછો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે,જેમાં અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર પડતો જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં ઘરે-ઘરે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા, ત્યારે આ હુમલો થયો હતો.

આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યું

આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ડરના કારણે ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે.પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર ઇંટો અને પથ્થરોથી હુમલો કર્યો અને તેમને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં. 

પ્રવેશ વર્માએ કર્યો બચાવ

નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના કાફલા પર હુમલાના આરોપ સામે કહ્યું કે  કેજરીવાલની કાર બીજેપી કાર્યકરને કચડીને આગળ વધી હતી. ભાજપના એક કાર્યકરનો પગ તૂટી ગયો છે અને હું તેની તબિયત પૂછવા લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ જઈ રહ્યો છું...આ ખૂબ જ શરમજનક છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર ત્રણ વખત હુમલો કરવાનો આરોપ ભાજપ પર  લગાવ્યો છે.

1: વિકાસપુરીમાં રોડ શો દરમિયાન હુમલાનો આક્ષેપ

2: નાંગલોઈ જાટમાં હુમલાનો આરોપ

3: કેજરીવાલ પર ગ્રેટર કૈલાશ વિસ્તારમાં કેમિકલ ફેંકવાનો આરોપ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter