+

શું ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢશે ? અમિત ચાવડાનું ટ્વિટ- Gujarat Post

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક પટેલ ઝડપાયા બાદ કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિક પટેલ ઝડપાયા બાદ કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે લખ્યું છે કે દીકરી પાયલનો બજારમાં વરઘોડો કાઢવા વાળી ભાજપ સરકારમાં પૈસા માટે લોકોના જીવ લેનારા કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની હિંમત છે ? તેમને ભાજપ પર પ્રહાર કર્યાં છે.

બીજી તરફ કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે કહ્યું કે તેની બીમાર પત્નીની સારવાર માટે દુબઈથી અમદાવાદ આવ્યો હતો. ઘટના બની તે સમયે ઑસ્ટ્રેલિયામાં હતો. આ પછી દુબઈમાં સંબંધીઓના ઘરે રોકાયો હતો. હૉસ્પિટલમાં નુકસાન બતાવવા તે ખોટા ખર્ચ બતાવતો હતો, તેમજ વધુ ખર્ચ બતાવવા માટે ડૉક્ટરો તથા ડાયરેક્ટરની સેલરી પણ દર વર્ષે વધારતો હતો. પકડાઈ જવાના ડરથી તેણે મોબાઇલ પણ બદલી નાંખ્યો હતો.

કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની પૂછ્યા વગર જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ સૌથી પહેલા ડો. વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી અને પછી 7 આરોપી ઝડપાયા હતા, હવે કાર્તિક પટેલ પણ ઝડપાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter