Gujarat Post Fact Check: વિસ્તારા એરલાઈન્સનો એક બોર્ડિંગ પાસ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 જૂને થાઈલેન્ડની રાજધાની બેંગકોક જઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને જાહેર થશે અને તેના બીજા જ દિવસે તેઓ ફરવા જતા રહેશે. પરંતુ ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ ટિકિટનો ફોટો એડિટ કરવામાં આવ્યો છે. અમે અસલ ટિકિટ શોધી કાઢી અને જાણવા મળ્યું કે તે અજય અવતાણી નામના વ્યક્તિની છે. તેમને જણાવ્યું કે તેઓ 2019માં વિસ્તારા એરલાઇનની ફ્લાઇટમાં દિલ્હીથી સિંગાપોર ગયા હતા.
વાયરલ ટિકિટમાં રાહુલ ગાંધીનું નામ પેસેન્જર તરીકે લખવામાં આવ્યું છે અને ભારતથી બેંગકોક, થાઈલેન્ડની મુસાફરીની તારીખ 5 જૂન 2024 છે. ફેસબુક પર એક યુઝરે ટિકિટની તસવીર સાથે લખ્યું, 'જુઓ, રાહુલ ગાંધીએ 5 જૂનની ટિકિટ એડવાન્સમાં બુક કરાવી લીધી છે. ચૂંટણીમાં હાર બાદ તેઓ ફરવા ઉપડ્યાં છે.
Gujarat Post Fact Check: ટિકિટ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે પપ્પુએ ભાગવાની તૈયારી કરી લીધી છે. મને એ સમજાતું નથી કે કન્યાકુમારીમાં મોદીના ધ્યાનના મીડિયા કવરેજથી કોંગ્રેસને શું સમસ્યા છે. ભાઈ તમે રાહુલ ગાંધીને પણ બેંગકોક મોકલો અને તેનું લાઈવ ટેલિકાસ્ટ કરો અમે ભક્તો ખાતરી આપીએ કે કોઈ મોદીનું કવરેજ નહીં જોવે. પરંતુ આ ટિકિટ ફેક છે અને એડિટ કરીને રાહુલ ગાંધીને બદનામ કરાઇ રહ્યાં છે, આવા ખોટા ન્યૂઝ તમારે સોશિયલ મીડિયા કે અન્ય કોઇ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવા જોઇએ નહીં.
ફેક્ટ ચેક ગુજરાત પોસ્ટમાં વાયરલ ટિકિટની તપાસ કરતી વખતે ભૂલ મળી. ટિકિટ પર બે અલગ-અલગ જગ્યાએ ફ્લાઈટ નંબર લખવામાં આવ્યો હતો. એક જગ્યાએ 'UK121' લખેલું હતું જ્યારે બીજી જગ્યાએ 'UK115' લખેલું હતું. આ પછી અમે રિવર્સ ઇમેજને ગૂગલ પર સર્ચ કર્યું. અમને 'Live From A Lounge' નામની વેબસાઈટ પર 7 ઓગસ્ટ 2019 ના રોજ પ્રકાશિત થયેલ લેખ મળ્યો. આમાં સામેલ ટિકિટના મૂળ ફોટામાં મુસાફરનું નામ અજય અવતાણી લખવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીથી સિંગાપોરની મુસાફરીની તારીખ 6 ઓગસ્ટ 2019 લખવામાં આવી હતી.
અજય અવતાનીએ પુષ્ટિ આપી કે લેખમાં તેમની 2019ની ટિકિટનો ફોટો શામેલ છે જ્યારે તેઓ દિલ્હીથી સિંગાપોર ગયા હતા. આ વિસ્તારાની પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ હતી અને હું તે બેઠા હતા. આ ફોટો એડિટ કર્યો છે તે ટિકિટ પર બે જગ્યાએ લખેલા ફ્લાઇટ નંબરમાંથી એક નંબર બદલવાનું ભૂલી ગયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526