રાજસ્થાનઃ કરૌલી જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે બસમાં સવાર 15 મુસાફરો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થ ખસડાયા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચ ફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથધરી હતી. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
મૃતકોમાં પતિ-પત્ની, પુત્ર-પુત્રી અને મહિલા સંબંધીનો સમાવેશ થાય છે. મૃતકની કારમાંથી મળેલા આધાર કાર્ડ પરથી તમામની ઓળખ થઈ છે. જેમાં નયનદેશ, અનિતા (પત્ની), પુત્રી મનસ્વી (પુત્રી), ખુશદેવ (પુત્ર), પ્રીતિ ભટ્ટ (સંબંધી)નો સમાવેશ થાય છે. બધા કૈલા દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. આ સમય આ અકસ્માત સર્જાયો હતો. મૃતક પરિવાર ઈન્દોરનો વતની હતો જે વડોદરામાં રહેતો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/