Gujarat post Fact Check: પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરાયા હોવાનો દાવો કરતું નકલી અખબાર કટીંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે યુપી સરકાર કુંભ મેળામાં પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરી રહી છે.
તપાસમાં અમને જાણવા મળ્યું કે આ સમાચાર નકલી છે. યુપી સરકાર કે પ્રયાગરાજ મેળા પ્રશાસને આવો કોઈ નિર્ણય લીધો જ નથી. મહાકુંભ મેળા વિસ્તારના મેળામાં કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે.
એક્સ પર આ ન્યૂઝપેપર ક્લિપ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું ચરસ, ગાંજા, ભાંગ પછી હવે કોન્ડોમ પણ આ કેવો મેળો છે ? આ પેપર ક્લિપ ઈન્સ્ટાગ્રામ જેવા અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ છે.
આ વાયરલ દાવાની તપાસમાં જાણવા મળ્યું કે 2019માં પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળા દરમિયાન આ અખબારની કટિંગ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. ત્યારબાદ ઘણા ફેક્ટ ચેકર્સે પણ આ અખબારના કટિંગની હકીકત તપાસી હતી.
અમને જાણવા મળ્યું કે વાયરલ થયેલા અખબારના કટિંગના આ સમાચારમાં સ્ત્રોતનું નામ આપવામાં આવ્યું નથી. પ્રયાગરાજ કુંભ મેળા 2019માં કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો પણ ખોટો હતો. અમે આ દાવાની પુષ્ટિ કરવા માટે કોઈ વિશ્વસનીય સમાચાર શોધી શક્યા નથી.
જ્યારે અમે આ ન્યૂઝ પેપર ક્લિપની શોધ કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે તે જાન્યુઆરી 2019માં આઝાદ સિપાહી નામના ન્યૂઝ પોર્ટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. જો કે આ સમાચાર હવે કાઢી નાખવામાં આવ્યાં છે, પરંતુ આ સમાચારનું આર્કાઇવ વર્ઝન જોઈ શકાય છે.
આ પછી અમે પ્રયાગરાજ મહાકુંભ 2025 માં સરકાર દ્વારા કોન્ડોમનું વિતરણ કરવા સંબંધિત મીડિયા અહેવાલો શોધ્યા પરંતુ અમને આવા કોઈ વિશ્વસનીય સમાચાર મળ્યાં નહીં.
અમે પ્રયાગરાજ મેળા 2025ની સત્તાવાર વેબસાઇટ કુંભ મેળા પોલીસના એક્સ-હેન્ડલ પણ તપાસ્યા અને ત્યાં પણ આવા કોઈ સમાચાર મળ્યાં નથી. અમને ઉત્તર પ્રદેશ સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (UPSACS) ની વેબસાઇટ પર પણ આનાથી સંબંધિત કોઈ સૂચના મળી નથી.
જેઓ પ્રયાગરાજ મેળા 2025ને કવર કરી રહેલા પત્રકારે કહ્યું કે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેળાના વિસ્તારમાં હેલ્થ બૂથ બનાવવામાં આવ્યાં છે જ્યાં સેનેટરી નેપકિન આપવાની સુવિધા છે પરંતુ કોન્ડોમના વિતરણ જેવી કોઈ વસ્તુ નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
60.png)