અમેરિકાઃ OpenAI પર કેસ ઠોક્યાં બાદ Elon Musk હવે તેને ખરીદવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. મસ્ક OpenAIની ફાઉન્ડિંગ ટીમનો હિસ્સો રહ્યાં છે. જો કે તેમણે પણ પોતાના સંબંધો OpenAI સાથે તોડી નાંખ્યાં હતા. ChatGPTના પોપ્યુલર થતાની સાથે જ મસ્કે OpenAIની કમાન પાછી મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે.
લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો એલોન મસ્કે ઇન્વેસ્ટર્સના ગ્રુપ સાથે મળીને OpenAI CEO સેમ ઓલ્ટમેને 97 અબજ ડોલરની ઓફર કરી હતી. જો કે ઓલ્ટમેને આ ઓફરનો ઇનકાર કરી દીધો છે. એટલે કે તેમણે OpenAIને વેચવાનો ઇન્કાર કર્યો છે.
OpenAIને કેમ ખરીદવા માંગે છે એલોન મસ્ક ?
વોલ સ્ટ્રીટ જનરલના જણાવ્યાં અનુસાર મસ્ક અને તેમના ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપે ઓફિસિયલી OpenAIના બોર્ડને પ્રપોઝલ આપી હતી. તેમનો હેતુ કંપનીનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઇ તેને ફરી એક નોન-પ્રોફિટ કંપની બનાવવાનો હતો.
મસ્કના વકીલ Marc Toberoffએ જણાવ્યું કે જો સેમ ઓલ્ટમેન અને હાલનું બોર્ડ OpenAIની સંપૂર્ણ રીતે પ્રોફિટ માટે કામ કરનારી કંપની બનાવવા માંગે છે તો એ જરૂરી છે કે આવી ટેક્નોલોજીને છોડવા માટે ચેરીટી યોગ્ય રીતે વળતર આપવામાં આવે.
સામે જવાબમાં ઓલ્ટમેને X પર એક પોસ્ટ કરી. આ પોસ્ટમાં સેમે લખ્યું કે થેંક્સ. પરંતુ તે કંપની નહીં વેચે. પરંતુ ટ્વિટરને ખરીદવા માંગે છે. મહત્વનું છે કે મસ્કે વર્ષ 2022માં ટ્વિટર (જે હવે X થઇ ગયું છે) ને 44 અબજ ડોલરમાં ખરીદી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++