ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post

03:49 PM Nov 12, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ ઇડીએ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરીના કેસમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં છે. ઇડીના અધિકારીઓ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળોએ પહોંચ્યાં હતા, આ કેસ ઝારખંડમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સાથે સંબંધિત છે અને છેલ્લા ઘણા સમયથી તેની તપાસ થઇ રહી છે.

ઇડીના ઝારખંડ કાર્યાલયના અધિકારીઓ બંને પડોશી રાજ્યોમાં કુલ 17 સ્થળોએ દરોડામાં જોડાયા છે. ઇડીએ સપ્ટેમ્બરમાં ઝારખંડમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓની ઘૂસણખોરી અને તસ્કરીના કેસની તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધ્યો હતો. ઘૂસણખોરી અને દાણચોરી દ્વારા ગુનાહિત આવક ભેગી કરવામાં આવી રહી હોવાના પુરાવા મળ્યાં હતા.

સૂત્રોના જણાવ્યાં મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બાંગ્લાદેશી ઘૂસણખોરો સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે આ મામલે નવા ખુલાસા થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++