+

ED એ AAP ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસ પર દરોડા પાડ્યાં, સિસોદિયાએ કહી આ વાત

નવી દિલ્હીઃ EDએ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસમાં દરોડા પાડ્યાં છે. સોમવારે વહેલી સવારે ED દ્વારા અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. અમાનતુલ્લાએ આ અંગે એક વીડિયો પણ શેર કર્

નવી દિલ્હીઃ EDએ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસમાં દરોડા પાડ્યાં છે. સોમવારે વહેલી સવારે ED દ્વારા અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. અમાનતુલ્લાએ આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેમને કહ્યું કે આજે સવારે 7 વાગ્યાથી EDના લોકો મારા ઘરે છે.

ઇડીના અધિકારીઓ સર્ચ વોરંટના નામે મારી ધરપકડ કરવા આવ્યાં છે. મારી સાસુ કેન્સરથી પીડિત છે અને 4 દિવસ પહેલા તેમનું ઓપરેશન થયું હતું. તેમણે EDની તમામ નોટિસનો જવાબ આપી દીધો છે. 

અમાનતુલ્લા ખાને કહ્યું, તે માત્ર મને જ નહીં મારી પાર્ટીના અન્ય નેતાઓને પણ પરેશાન કરી રહ્યાં છે. તેમનો હેતુ આપને તોડવાનો અને અલગ કરવાનો છે. લોકોને અપીલ કરતાં કહ્યું કે, તમે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. અમે તૂટવાના નથી, અમે તેમનાથી ડરવાના નથી. મને કોર્ટ પર વિશ્વાસ છે કે જે રીતે અમને અગાઉ ન્યાય મળ્યો છે, તે જ રીતે ભવિષ્યમાં પણ મળશે.

મારી વિરૂદ્ધ ખોટો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે અને આ સિવાય મારી સામે ઘણા ખોટા કેસ પણ દાખલ કરવામાં આવ્યાં છે. હું તમને એટલું જ કહીશ કે તમે લોકો પણ મારા પરિવારનું ધ્યાન રાખશો અને મારી સરકાર તમારા માટે તમામ કામ કરશે.

ઈડી અમાનતુલ્લા ખાનની અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરી ચૂકી છે. અમાનતુલ્લાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ દિલ્હી પોલીસના વધારાના દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સંદિગ્ધ દારૂ પોલીસી કૌભાંડ અથવા સંબંધિત મામલામાં જેલમાં જઈ ચૂક્યાં છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે ED પાસે આ એક માત્ર કામ બાકી છે. તેઓ ભાંગ્યા નથી, જે દબાયા નથી, તેમની ધરપકડ કરો અને તેમને જેલમાં ધકેલી દો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter