વડોદરામાં નશેડીઓએ સ્મશાનને બનાવ્યો અડ્ડો, ડ્રગ્સના ઈંજેક્શનો, દારૂની બોટલો મળી- Gujarat Post

11:13 AM Jan 19, 2023 | gujaratpost

વડોદરાઃ શહેર નજીક સિંઘરોટ ખાતેથી અંદાજે 700 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથેની ફેક્ટરી પકડાઈ હતી. ઓગસ્ટ 2022માં સાવલીના મોક્સીથી નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું 225 કિલો એમડી ડ્રગ્સ પકડાયું હતું. જેના પરથી વડોદરામાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોવાનું ફલિત થતું હતું. ડ્રગ્સ પકડાયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. જેને લઈ ડ્રગ્સ પેડલર, નશેડીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ દરમિયાન નશાખોરોએ પોલીસથી બચવા સ્મશાનને અડ્ડો બનાવ્યો હતો. વડોદરાના માંજલપુર સ્મશાનમાં ડ્રગ્સ લેવામાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનો પડેલા જોવા મળ્યાં હતા. રાત્રિ દરમિયાન ડ્રગ્સના બંધાણીઓ અહીં અડ્ડો જમાવતા હતા. સ્મશાનમાં 50થી વધુ ઈન્જેક્શન અને દેશી દારૂની પોટલીઓ તથા વિદેશી દારૂની બોટલો મળી હતી. બે દિવસ પહેલા કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજારમાં ગાંજો પિવાતો હોવાના દ્રશ્યો સામે આવ્યાં હતા. આમ વડોદરામાં પોલીસથી બચવા નશાખોરોએ સ્મશાન કે અન્ય સલામત જગ્યા શોધી હોવાનું  છે. જો કે પોલીસ પણ હવે સક્રિય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post