+

Indian Railway: અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા, પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા- Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ) Indian Railway News: ભારતમાં દરરોજ લાખો લોકો રેલવેમાં મુસાફરી કરે છે. ભારત સરકારે રેલવેને આધુનિક બનાવવા અનેક પગલાં લીધા છે તેમ છતાં ક્યારેક વિચાર્યુ ન હોય તેવી ઘટનાઓ

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

Indian Railway News: ભારતમાં દરરોજ લાખો લોકો રેલવેમાં મુસાફરી કરે છે. ભારત સરકારે રેલવેને આધુનિક બનાવવા અનેક પગલાં લીધા છે તેમ છતાં ક્યારેક વિચાર્યુ ન હોય તેવી ઘટનાઓ બને છે. અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનને સુરત નજીક અકસ્માત નડ્યો હતો. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા હતા. જેથી મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ રેલવેનો ટેક્નિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

ટ્રેનના ડબ્બા છૂટા પડી જતાં રેલવે વ્યવહાર પર અસર પડી છે. રેલવે વિભાગના જણાવ્યાં અનુસાર અમદાવાદથી મુંબઇ જઇ રહેલી અને મુંબઇથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. છૂટા પડી ગયેલા ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવશે. ટ્રેનો મોડી ચાલી રહી હોવાની મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter