ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના કર્યા જોરદાર વખાણ, ભારત માટે કહી આ મોટી વાત

09:53 AM Nov 07, 2024 | gujaratpost

વોંશિગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન 2024માં જંગી જીત મેળવી છે. જીત બાદ ટ્રમ્પને વિશ્વભરના નેતાઓ અને સેલિબ્રિટીઝ તરફથી અભિનંદનના સંદેશા મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના પહેલા નેતાઓમાં સામેલ છે જેમણે ફોન કરીને ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યાં હતા. ફોન પર વાતચીત દરમિયાન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી અને ભારતના વખાણ કર્યાં હતા.

PM મોદીએ શું કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે X પર માહિતી આપી હતી કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. મોદીએ લખ્યું- મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારી વાતચીત થઈ, તેમની મહાન જીત પર અભિનંદન. ટેક્નોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-યુએસ સંબંધોને વધુ મજબૂત કરવા ફરી એકવાર સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.

પીએમ મોદી અદ્રભૂત વ્યક્તિ છે - ટ્રમ્પ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતમાં કહ્યું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે ભારત એક અદ્ભભૂત દેશ છે અને પીએમ મોદી અદ્ભભૂત વ્યક્તિ છે.

મોદી અને ભારત સાચા મિત્રો છે - ટ્રમ્પ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને તેમના સાચા મિત્રો માને છે. પીએમ મોદી એ વિશ્વના નેતાઓમાંના એક છે જેમની સાથે ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બાદ સૌથી પહેલા વાત કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++