ગોધરાઃ એસીબીએ વધુ એક લાંચિયા બાબુને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. એસીબીએ ગોધરામાં નાલંદા સ્કૂલ પાસેના કંપાઉન્ડમાં આ ટ્રેપ કરી છે.
ગોધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મોહમંદ નઈમ રાણાવડીયા અને પ્રાંત કચેરીના પટ્ટાવાળા ગણપત પટેલની એસીબીએ ધરપકડ કરી છે. ફરિયાદીએ તેમના ભાગીદારના નામે ખરીદેલી જમીનમાં કૌટુંબિક હક્ક કમી કરવાની અરજી કરી હતી. આ અરજી પર વાંધો આવતા કેસ પ્રાંત કચેરીમાં પહોંચ્યો હતો. આરોપી પાસે નાયબ મામલતદારે શરૂઆતમાં રૂ. 2.50 લાખની માંગણી કરી હતી, પછી 1 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જેમાં આ બંને લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
લુણાવાડા એસીબીના હાથે ઝડપાયેલા નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને પૂછપરછ માટે ગોધરા પ્રાંત કચેરી લાવવામાં આવ્યાં હતા. ગોધરામાં એસીબીની ટ્રેપથી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/