+

રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન, ભારતીય સેનાએ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભારત હંમેશાથી શાંતિનો ઉપાસક રહ્યું છે અને રહેશે. વર્તમાન વૈશ્વિક સ્થિતિને જોતા મેં સેના કમાન્ડરોને કહ્યું કે આપણે હંમેશા ય

નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપતા કહ્યું છે કે ભારત હંમેશાથી શાંતિનો ઉપાસક રહ્યું છે અને રહેશે. વર્તમાન વૈશ્વિક સ્થિતિને જોતા મેં સેના કમાન્ડરોને કહ્યું કે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે કહ્યું ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે. ભારત હંમેશા શાંતિનો ઉપાસક રહ્યો છે, હતો અને રહેશે.

પરંતુ આજે વૈશ્વિક પરિસ્થિતિને જોતા મેં મારા આર્મી કમાન્ડરોને કહ્યું હતું કે વિશ્વમાં અને ભારતમાં શાંતિ સ્થાપવા આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં આપણી શાંતિમાં ખલેલ ન પહોંચે તે હેતુથી આવું કહેવામાં આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter