સોનું તો જુઓ....રૂપિયાનો પણ ઢગલો... DRI ના ઓપરેશનમાં કરોડો રૂપિયા મળ્યાં-12 લોકોની ધરપકડ

08:05 PM Mar 07, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઈન્ટેલિજન્સે(DRI) દેશમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં જુદી જુદી જગ્યાએથી 40 કિલો સોનું જપ્ત કર્યું છે, 6 કિલો ચાંદી અને 5.43 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. ડીઆરઆઇની જુદી જુદી ટીમોએ બિહાર, મુંબઇ, યુપીના મથુરા, ગુરુગ્રામમાં દરોડા કરીને આ બધું જપ્ત કર્યું હતુ.

ડીઆરઆઇએ આ કેસમાં 12 આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી મહત્વના પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

- કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરાઇ
- વિદેશી સોનાનો જથ્થો જપ્ત કરાયો
- આરોપીઓની પૂછપરછમાં થશે નવા ખુલાસા
- એજન્સી હજુ અનેક લોકોની કરી શકે છે ધરપકડ

ડીઆરઆઈની ટીમોએ ત્રણ જુદા જુદા ઓપરેશનમાં સોનું, ચાંદી અને રોકડ જપ્ત કરી છે, ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ થઇ રહી છે, જે 40 કિલો સોનું ઝડપાયું છે તે વિદેશથી લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જે દિશામાં એજન્સીએ તપાસ શરૂ કરી છે, આ સોનું કંઇ રીતે દેશમાં લાવવામાં આવ્યું છે તેના બીજા તાર એજન્સી શોધી રહી છે, હજુ સુધી આરોપીઓનાં નામો જાહેર કરાયા નથી.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post