+

સુરત રેલ્વે સ્ટેશન પર DRI એ રૂ.2.30 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલાને ઝડપી પાડી

સુરતઃ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યું ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરત રેલ્વે સ્ટેશન મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2.30 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક નાઈજીરિયન મહિલાની ધરપકડ કરાઇ&nbs

સુરતઃ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યું ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરત રેલ્વે સ્ટેશન મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2.30 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક નાઈજીરિયન મહિલાની ધરપકડ કરાઇ છે. મુંબઈથી અમૃતસર જતી ટ્રેનમાં વિદેશી મહિલા ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાઇ હતી.

DRI ના અધિકારીઓને બાતમી મળી હતી કે, મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ટ્રેન સંખ્યા 12904, ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. DRI ટીમે સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેન પહોંચતાની સાથે જ કોચ H-1 ની સીટ નંબર A-2 પર તપાસ કરી હતી. મુસાફરી કરી રહેલી નાઈજીરિયન મૂળની મહિલા, અગ્ફેડો ઓસાટાહેમવેન જોયની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તેની બેગની તલાશી લેવામાં આવતા Drugs મળી આવ્યું હતું

તપાસ દરમિયાન કોકેઈન અને મેથામ્ફેટામાઈન મળી આવ્યું હતું. આમ, DRI દ્વારા કુલ મળીને અંદાજે 2.30 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

હાલમાં ધરપકડ કરાયેલી નાઈજીરિયન મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. DRI ના અધિકારીઓ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સ્થાનિક અને વિદેશી પેડલરોની માહિતી મેળવવા માટે સઘન તપાસ કરી રહ્યા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter