આટલું બધુ સોનું જોઇને અધિકારીઓ ચોંકી ગયા...DRI એ 40 કરોડ રૂપિયાનું 61 કિલો સોનું જપ્ત કર્યું...

10:40 AM Mar 14, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ 12મી અને 13મી માર્ચ, 2024 ના રોજ ‘રાઇઝિંગ સન’ નામના તેના ઓપરેશન કોડમાં અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. ચાર રાજ્યોમાં થયેલા ઓપરેશનમાં દાણચોરી કરાયેલા સોનાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, 61.08 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત 40 કરોડ રૂપિયા જેટલી છે. ગુવાહાટી, બારપેટા, દરભંગા, ગોરખપુર અને અરરિયામાં 19 વાહનો, રોકડ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ લગભગ રૂ. 12મી અને 13મી માર્ચ, 2024 ના રોજ ‘રાઇઝિંગ સન’ નામના તેના ઓપરેશન કોડમાં 40 કરોડ રૂપિયાની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. ચાર રાજ્યોમાં ઝીણવટપૂર્વક આયોજિત ઓપરેશનના પરિણામે દાણચોરી કરાયેલા સોનાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, 61.08 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત આશરે 40 કરોડ રૂપિયા છે. ગુવાહાટી, બારપેટા, દરભંગા, ગોરખપુર અને અરરિયામાં 19 વાહનો, રોકડ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી છે.

ગુવાહાટીમાં ડીઆરઆઈ અધિકારીઓએ રહેણાંક પરિષરમાંથી બે માસ્ટર માઇન્ડ સહિત સિન્ડિકેટના છ લોકોની ધરપકડ કરી હતી, સાથે 22.74 કિલો સોનું, રૂ.13 લાખની રોકડ રકમ જપ્ત કરી. વાહનો અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી છે. એક વાહન જે પહેલાથી જ ગુવાહાટીથી નીકળી ગયું હતું, તેને ગુવાહાટીથી આશરે 90 કિમી દૂર આસામના બારપેટા ખાતે ટ્રેક ડાઉન કરીને અટકાવવામાં આવ્યું હતું. અટકાવવામાં આવેલા વાહનમાંથી 13.28 કિલો દાણચોરીનું બીજું સોનું મળી આવ્યું હતું અને અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

લીડ્સને પગલે મુઝફ્ફરપુરના ડીઆરઆઈ અધિકારીઓએ દરભંગા નજીક એક વાહનને અટકાવ્યું અને બીજું 13.27 કિલો સોનું જપ્ત કર્યું. ગોરખપુર ખાતે DRI અધિકારીઓ દ્વારા અન્ય એક વાહનને અટકાવવામાં આવ્યું હતું અને 11.79 કિલો વિદેશી સોનું મળી આવ્યું હતું. સિન્ડિકેટ દ્વારા ઉપયોગમાં લેવાતી ગુપ્ત પોલાણ ધરાવતી અન્ય નવ કારને પણ પટનાના ડીઆરઆઈ અધિકારીઓ દ્વારા બિહારના અરરિયા ખાતે ઓળખીને અટકાવવામાં આવી હતી.

પકડાયેલા વ્યક્તિઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સિન્ડિકેટ ભારત-મ્યાનમારની જમીન સરહદ દ્વારા ભારતમાં સોનાની દાણચોરી કરતી હતી, તે ગુવાહાટીમાં એકત્ર કરતી હતી અને દિલ્હી, જયપુર જેવા શહેરોમાં વેંચતા હતા. ડીઆરઆઈએ આ ઓપરેશનમાં ગુવાહાટીમાં આઠ લોકોની, મુઝફ્ફરપુરમાં બે અને ગોરખપુરમાં બે લોકોની ધરપકડ કરી છે. હાલમાં આ કેસની વધુ તપાસ થઇ રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post