+

કોકરોચ જનતા પાર્ટીને કરોડો લોકોનું સમર્થન, ભારતમાં X એકાઉન્ટ બેન, નવું એકાઉન્ટ શરૂ

નવી દિલ્હીઃ કોકરોજ જનતા પાર્ટીના સમર્થકોની સંખ્યા કરોડો થઇ રહી છે અને હવે તેનું એક્સ એકાઉન્ટ બેન કરી નાખવામાં આવ્યું છે, અનેક રાજકીય પાર્ટીઓ કોકરેચ જનતા પાર્ટીના વખાણ કરી રહી છે અને કહી રહી છે કે આ લો

નવી દિલ્હીઃ કોકરોજ જનતા પાર્ટીના સમર્થકોની સંખ્યા કરોડો થઇ રહી છે અને હવે તેનું એક્સ એકાઉન્ટ બેન કરી નાખવામાં આવ્યું છે, અનેક રાજકીય પાર્ટીઓ કોકરેચ જનતા પાર્ટીના વખાણ કરી રહી છે અને કહી રહી છે કે આ લોકો જ ભાજપ સરકારને ઉખાડી ફેંકશે.

કોકરેચ જનતા પાર્ટી લોકોના મુદ્દાઓ લઇના માર્કેટમાં આવી છે, બેરોજગારી, પેપક લિક, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ આ પાર્ટી ઉપાડી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ફોલોઅર્સ થઇ ગયા છે, દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI)જસ્ટિસ સૂર્યકાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અસ્તિત્વમાં આવેલી કોકરોચ જનતા પાર્ટી લોકપ્રિય થઇ રહી છે.

ફાઉન્ડર અભિજીત દીપકે મોદી સરકાર સામે ઉઠાવ્યાં સવાલ

એકાઉન્ટ બંધ થવાના પગલે આ પેજના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજીત દીપકે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું કે, જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેમાં નિષ્ફળ રહ્યાં ત્યારે ભારતની અંદર અમારું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ બેન કરી દેવાયું. આ ક્યાંની લોકશાહી છે?" તેમણે દેશના યુવાનોને આ ડિજિટલ સેન્સરશિપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે.

શું હતો સમગ્ર વિવાદ અને CJIનું નિવેદન ?

આ વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન થઈ હતી. સીજેઆઇ(CJI)સૂર્યકાંતે કહ્યું હતું કે, કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે કે ન તો કોઈ ધંધામાં સ્થાન મળે છે. તેમાંથી કેટલાક મીડિયા ક્ષેત્રે જાય છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે કે આરટીઆઇ (RTI)એક્ટિવિસ્ટ બને છે અને પછી દરેક સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. તેમના આ નિવેદન બાદ GEN-Z આક્રોશમાં છે. 

facebook twitter