Bihar News: NDA ગઠબંધનના આ રાજ્યમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા- Gujarat post

11:39 AM Aug 14, 2024 | gujaratpost

Bihar Crime News:  બિહારમાં કાયદો-વ્યવસ્થાનની સ્થિતિ કથળી છે. ભાજપ નેતા અજય શાહને રાતે 10 વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીકમાં જ ગોળી ધરબી દેવામાં આવી હતી. અજય ભાજપના પટણા જિલ્લાના મહામંત્રી હતા. ઘરની નજીકમાં જ તેઓ દૂધનું પાર્લર ચલાવતા હતા.

અજય શાહ તેમના પાર્લર પર બેઠા હતા, તે સમયે જ બદમાશોએ તેમને ગોળી મારી દીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગોળી મારીને ફરાર થઈ ગયેલા હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

હત્યા કયા કારણોસર થઈ તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે જણાવ્યું કે અમે મૃતકના પરીવારના સભ્યોના નિવેદનો લઇને દરેક એંગલથી તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે.

ઘટના સ્થળની મુલાકાત વખતે એએસપી શરથ આર.એસે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલો અનુસાર બે શખ્સો અજયના પાર્લર પર આવ્યાં હતા. તે સમયે કોઈ બોલાચાલી થઇ હતી અને બાદમાં ફાયરિંગ થયું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526