+

હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post

બેંગલુરુઃ બિહારની એક યુવતિનો હત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હત્યારો નિર્દયતાથી યુવતિનું ગળું કાપતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટના હોસ્ટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

બેંગલુરુઃ બિહારની એક યુવતિનો હત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હત્યારો નિર્દયતાથી યુવતિનું ગળું કાપતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટના હોસ્ટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બેંગલુરુ પોલીસે આ વીડિયો જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓને શોધવા માટે ત્રણ ટીમો બનાવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે.

બિહારની રહેવાસી કીર્તિ કુમારી(24 વર્ષ) બેંગલુરુમાં ખાનગી કંપનીમાં કામ કરતી હતી અને કોરમંગલા વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહેતી હતી. મંગળવારે રાત્રે હોસ્ટેલમાં જ અજાણ્યા યુવકે યુવતિનું ગળું કાપીને ક્રૂર હત્યા કરી હતી. હત્યાની આ સમગ્ર ઘટના હોસ્ટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે જાહેર કરેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કે આરોપી હોસ્ટેલના ત્રીજા માળે સ્થિત પીડિતાના રૂમમાં પહોંચ્યો હતો.  આરોપી જે રીતે રૂમમાં પ્રવેશ્યો હતો, તેના પરથી લાગે છે કે પીડિતાએ પોતે જ દરવાજો ખોલ્યો હતો. આ પછી, 20 સેકન્ડમાં, આરોપીએ પીડિતાને રૂમની બહાર ખેંચી લીધી અને કોરિડોરમાં બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ. આરોપીએ મહિલા પર દબાણ કર્યું અને અંતે છરી કાઢીને તેના ગળા પર ફેરવી દીધી.  

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ચીસો સાંભળીને હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓ બહાર આવી હતી અને કીર્તિને લોહીલુહાણ હાલતમાં જોઈને ગભરાઈ ગઈ હતી, થોડા સમય બાદ તેનું મોત થઇ ગયું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter