+

હવે દેશમાં 25 જૂને બંધારણ હત્યા દિવસ મનાવાશે, ગૃહમંત્રી અમિત શાહે સ્વ.ઇન્દિરા ગાંધી વખતની કટોકટીને લઇને કરી આ જાહેરાત

વર્ષો પહેલા સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદી હતી કટોકટી અનેક નેતાઓને કરી દીધા હતા જેલ ભેગા નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સી મામલે ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે દ

વર્ષો પહેલા સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદી હતી કટોકટી

અનેક નેતાઓને કરી દીધા હતા જેલ ભેગા

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સી મામલે ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસ મનાવવામાં આવશે,  આ દિવસે 1975માં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતા. તે સમયે દેશમાં કોંગ્રેસના ઇન્દિરા ગાંધીનું શાસન હતુ,

અમિત શાહે કહ્યું કે સરકારે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે, જે દિવસે 1975માં કટોકટી જાહેર કરવામાં આવી હતી. 'સંવિધાન હત્યાકાંડ દિવસ' એ તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરશે, જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી. હવે મોદી સરકાર કોંગ્રેસને ઇન્દિરાની યાદ અપાવીને ઘેરી રહી હોય તેમ લાગી રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter