+

દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ, ISIના 9 આતંકીઓને સુરક્ષા એજન્સીએ ઝડપી લીધા

નવી દિલ્હીઃ પોલીસે એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે, અને 9 આતંકીઓને ઝડપી લીધા છે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે જોડાયેલા આતંકીઓને પોલીસે ઝડપી લીધા છે. આતંકીઓ દિલ્હી અને મુંબઈ સહિત

નવી દિલ્હીઃ પોલીસે એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે, અને 9 આતંકીઓને ઝડપી લીધા છે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે જોડાયેલા આતંકીઓને પોલીસે ઝડપી લીધા છે.

આતંકીઓ દિલ્હી અને મુંબઈ સહિતના મોટા શહેરોમાં આતંકવાદી હુમલો કરવાના ફિરાકમાં હતા, પકડાયેલા આતંકીઓમાં વિદેશીઓ અને સ્થાનિકો છે.

હથિયારો અને ગ્રેનેડ જપ્ત કરાયા

પોલીસે આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. સાથે જ મોટી તીવ્રતાના વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. પાવર પ્લાન્ટ, ન્યૂક્લિયર પ્લાન્ટ, વિજળી ઘરો, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનોને નિશાન બનાવવાનું આ એક મોટું ષડયંત્ર હતુ.એજન્સીઓ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

facebook twitter